Featured post

ગુજરાતના નવા શિક્ષણ મંત્રીઓની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત

છબી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમે આજે ગાંધીનગરમાં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાઝા તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને શુભેચ્છા મુલાકાત કરી સંગઠન પરિચય આપ્યો. ગુજરાત રાજ્યના નવનિયુક્ત માનનીય મંત્રીશ્રીઓની શુભેચ્છા મુલાકાત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ–૧ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાઝા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન સંગઠનના પ્રતિનિધિઓએ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા શિક્ષણ નીતિ સંબંધિત મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો. તદુપરાંત, ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સાથે પણ સંગઠન પરિચય આપી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. બંને મંત્રીશ્રીઓએ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત મહાસંઘના પ્રયાસોની પ્રશંસા કરી તથા આગામી સમયમાં શિક્ષણના ગુણોત્તર વધારવા માટે સહયોગ આપવાની ખાતરી આપી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજર...

ગુજરાત સરકારના કર્મચારીઓને ૩% મોંઘવારી ભથ્થું વધ્યું – હવે કુલ ૫૮% મોંઘવારી, જાણો કેટલો થશે નવો પગાર

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જુલાઈ ૨૦૨૫થી ૩% મોંઘવારી વધારાની જાહેરાત સાથે હવે કુલ મોંઘવારી ૫૮% થઈ ગઈ છે. જાણો કે નવા DA, HRA અને મેડિકલ એલાઉન્સ સાથે તમારો કુલ પગાર કેટલો થશે — અહીં છે ઓનલાઈન કેલ્ક્યુલેટર.

Gujarat Salary calculator

ગુજરાત રાજ્ય સરકારની દિવાળી ભેટ: વર્ગ-૪ના કર્મચારીઓને રૂ.૭૦૦૦ સુધી એડહોક બોનસની જાહેરાત

ગુજરાત સરકારના કર્મચારીઓને ૩% મોંઘવારીનો વધારો – હવે કુલ ૫૮% મોંઘવારી

ગુજરાત સરકારએ રાજ્યના કર્મચારીઓ માટે ૩% મોંઘવારી ભથ્થામાં વધારો (DA hike) જાહેર કર્યો છે. આ વધારાથી હવે કર્મચારીઓને કુલ ૫૮% મોંઘવારી ભથ્થું મળશે. કેન્દ્રીય સરકાર દ્વારા જુલાઈ ૨૦૨૫થી લાગુ કરાયેલ આ મોંઘવારીનો લાભ હવે ગુજરાત સરકારના કર્મચારીઓ સુધી પણ પહોંચશે.

રાજ્યના હજારો કર્મચારીઓ આ વધારાની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે મોંઘવારીના વધતા દરે ઘરખર્ચ પર સીધો અસર થઈ રહ્યો હતો. ૩% વધારાથી કર્મચારીઓના માસિક પગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે.

 

નવા પગારની ગણતરી કેવી રીતે કરશો?

સરકાર દ્વારા જાહેર થયેલા નવા ૫૮% મોંઘવારી સાથે કર્મચારીઓનો પગાર હવે DA + HRA + Medical Allowance સહિત વધશે.

ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹30,000 છે, તો –

  • ૫૮% મોંઘવારી પર ₹17,400 મળશે,
  • મેડિકલ એલાઉન્સ ₹1,000 સુધી,
  • ઘરભાડા ભથ્થું (HRA) પણ શહેર મુજબ 8% થી 16% સુધી રહેશે.
  • આ રીતે કુલ પગાર લગભગ ₹50,000ની આસપાસ પહોંચી શકે છે.


ઓનલાઈન કેલ્ક્યુલેટરથી તરત જાણો તમારો નવો પગાર

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ઓનલાઈન મોંઘવારી કેલ્ક્યુલેટર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમે ફક્ત તમારો મૂળ પગાર દાખલ કરો અને સિસ્ટમ આપમેળે નવો પગાર, મોંઘવારી ભથ્થું, મેડિકલ અને HRA સહિત કુલ રકમ બતાવશે.

આ કેલ્ક્યુલેટર વડે દરેક કર્મચારીને પોતાનો અપડેટેડ પગાર તરત જ જાણવા મળશે અને તે મુજબ પોતાના નાણાકીય આયોજન કરી શકશે.

સરકારે શું જણાવ્યું

રાજ્ય સરકારના વહીવટી વિભાગે જણાવ્યું છે કે આ મોંઘવારીનો વધારો જુલાઈ ૨૦૨૫થી અસરકારક રહેશે અને કર્મચારીઓને તેનું તફાવત ચુકવણું પણ મળશે.

સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી રાજ્યના કર્મચારીઓની આવકમાં વધારો થશે અને તેમની ખરીદ શક્તિમાં સુધારો આવશે.

હવે તમારું પણ અપડેટેડ પગાર ગણવા માટે નીચે આપેલ DA કેલ્ક્યુલેટર અજમાવો અને જાણો  કેટલો વધ્યો તમારો પગાર!


Salary Calculator

Salary Calculator

DA = 58% of Basic · HRA = 8% of Basic · Medical = ₹1000

DA (58%): ₹ 0

HRA (8%): ₹ 0

Medical: ₹ 1000

Total Salary: ₹ 0


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાતના 2005 પહેલાં નિમણુંક થયેલા કર્મચારીઓ માટે શું છે ખુશખબર,જાણો સંપૂર્ણ માહિતી

Teacher Eligibility Test--ll (TET-ll)-2022 Notification

IND vs BAN: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ડૂબતી હોડીને આ ખેલાડી બચાવશે, બાંગ્લાદેશ સામે રમવાનું નક્કી કર્યું!

Seventh pay salary calculation online