ગુજરાતના નવા શિક્ષણ મંત્રીઓની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત
ટીમ ઈન્ડિયા તેની ચોથી મેચ T20 વર્લ્ડ કપ 2022માં બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં મોટો ફેરફાર જોવા થઈ શકે છે.
ગુજરાત સરકાર દ્વારા આજે શું લેવાયો મોટો શૈક્ષણિક નિર્ણય,જાણો સંપૂર્ણ વિગત.
IND vs BAN T20 વર્લ્ડ કપ 2022 IND vs BAN: T20 વર્લ્ડ કપ 2022માં, ટીમ ઇન્ડિયા તેની ચોથી મેચ બાંગ્લાદેશ સામે 2 નવેમ્બરના રોજ એડિલેડના મેદાનમાં રમશે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમ કોઈપણ ભોગે આ મેચ જીતવા ઈચ્છશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 ટીમમાં મોટો ફેરફાર થઈ શકે છે.
IND vs BAN ટી-20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં જાદુઈ બોલર યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપ્યું ન હતું. આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા યુઝવેન્દ્ર ચહલને પ્લેઈંગ 11ટીમ માં સામેલ કરવાનો સૌથી મોટો દાવેદાર માનવામાં આવતો હતો. પરંતુ બાંગ્લાદેશ સામે તેને તક મળી શકે છે.
ગુજરાતમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી અત્યાર સુધી ની ઉમેદવારોની યાદી.
અત્યાર સુધી પ્રથમ ત્રણ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ 11માં સ્પિનર તરીકે સામેલ કર્યો હતો, પરંતુ અશ્વિન આ તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાની મેચમાં અશ્વિન ટીમ ઈન્ડિયાનો સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 1 વિકેટ લીધી, 43 રન આપ્યા, જ્યારે બેટિંગમાં પણ માત્ર 7 રનનું યોગદાન આપી શક્યો. આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ આગામી મેચમાં તેના સ્થાને રમત રમતા જોવા મળી શકે છે.
યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 69 T20 મેચ રમી છે, જેમાં તેણે 8.12ની ઈકોનોમી સાથે 85 વિકેટ લીધી છે. યુઝવેન્દ્ર ચહલ T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બીજા નંબર પર નો પ્લેયર છે.
Accuweather ના અહેવાલ મુજબ, એડિલેડમાં ભારતની મેચના દિવસે વરસાદની 60% સંભાવના છે, જ્યારે મેદાન દિવસભર કાળા વાદળોથી ઢંકાયેલું રહેશે. તે જ સમયે, વર્લ્ડવેધરઓનલાઇનના અહેવાલ મુજબ, સાંજે હળવા વરસાદની સંભાવના છે, પરંતુ રાત્રે વધુ વરસાદ પડી શકે છે. સ્થાનિક સમય અનુસાર, ભારતની આ મેચ સાંજે 6.30 વાગ્યે શરૂ થશે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે,જાણો સંપૂર્ણ વિગત,ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારીઓ .
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકિપર ), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.
શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.
સાઇટ ઍક્સેસ મેળવવા માટે પ્રથમ WhatsApp ગ્રુપમાં જોડાઓ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો