ગુજરાતના નવા શિક્ષણ મંત્રીઓની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમે આજે ગાંધીનગરમાં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાઝા તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને શુભેચ્છા મુલાકાત કરી સંગઠન પરિચય આપ્યો.
ગુજરાત રાજ્યના નવનિયુક્ત માનનીય મંત્રીશ્રીઓની શુભેચ્છા મુલાકાત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા
આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ–૧ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાઝા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન સંગઠનના પ્રતિનિધિઓએ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા શિક્ષણ નીતિ સંબંધિત મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો.
તદુપરાંત, ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સાથે પણ સંગઠન પરિચય આપી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. બંને મંત્રીશ્રીઓએ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત મહાસંઘના પ્રયાસોની પ્રશંસા કરી તથા આગામી સમયમાં શિક્ષણના ગુણોત્તર વધારવા માટે સહયોગ આપવાની ખાતરી આપી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ, મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ (આણંદ), પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ શ્રી અનિરુદ્ધસિંહ સોલંકી, મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ (ગાંધીનગર), પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી ભારતસિંહ સોલંકી, તથા મીડિયા પ્રકોષ્ઠના શ્રી રવિભાઈ પાંડોર સહિત અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત સતત શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, પારદર્શિતા અને શિક્ષક હિત માટે કાર્યરત રહી સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો