ગુજરાતના નવા શિક્ષણ મંત્રીઓની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય “શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-૨૦૨૨ જાહેરનામું" શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: પીઆરઇ- ૧૧૧૦-૨૨૩-ક, તા:૨૭-૦૪-૨૦૧૧ તથા તા: ૧૪-૦૭-૨૦૧૧, તા:૦૩-૦૫-૨૦૧૨, તા:૧૮-૦૫-૨૦૧૨ અને તા.૧૫/૧૦/૨૦૨૨ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકવિદ્યાસહાયકની નિમણૂંક માટેના ધારા ધોરણો નિયત થયેલ છે. શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : પીઆરઇ- ૧૧૧૧-૭૧૧-૬, તા:૨૭-૪-૨૦૧૧ થી ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક "શિક્ષક યોગ્યતા કસોટી-I" યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.
ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-I-૨૦૨૨ (Teacher Eligibility Test-II-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.
સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ નવા ઘરભાડા અને મેડિકલ અનુસાર પગાર મલવાનો છે તે મુજબ આપના નવા પગાર ની ઓનલાઇન ગણતરી કરો.
જે ઉમેદવારોને નિયત સમયગાળામાં ફી ભરવાની રહી ગઈ હોય તેવા ઉમેદવારોએ તા:૦૭/૧૨/૨૦૨૨ થી તા:૧૨/૧૨/૨૦૨૨ દરમ્યાન નિયત કરેલ પરીક્ષાની ફી (લેટ ફી રૂ!.૨૦૦/- સહિત) ઓનલાઈન ભરી શકાશે.
નામ પર્સનાલિટી ટેસ્ટ: તમારા નામનો પહેલો અક્ષર તમારા સાચા વ્યક્તિત્વ લક્ષણો દર્શાવે છે
ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે મૂળ ઠરાવથી નિયત કરેલ અને તેમાં વખતોવખત થયેલ સુધારા-વધારા મુજબની શૈક્ષણિક લાયકાત અને અન્ય જોગવાઇ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ શિક્ષક યોગ્યતા કસોટી-II માં ઉપસ્થિત થઇ શકશે. શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપતા પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.
Seventh pay third installment
1. શૈક્ષણિક લાયકાત : બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત બી.એડ.(એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બી.એસસી. એજ્યુકેશન(B.SC.Ed.)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)
Reliance jioએ તેનું પ્રથમ laptop ₹19,500માં લોન્ચ કર્યું:જાણો સુવિધાઓ અને ઉપલબ્ધતા
1. શૈક્ષણિક લાયકાત : બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૪૫ % ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત બી.એડ.(એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) એજ્યુકેશન (B.A.Ed.)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૫૦% ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)
તમારા Mobile માં 5G સેટિંગ્સ કેવી રીતે કરવા તેના વિશે જાણો
1. શૈક્ષણિક લાયકાત : બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર,
મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે) બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન. બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/
તાલીમી લાયકાત પી.ટી.સી./D.El.Ed(બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૪૫ % ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર,રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) એજ્યુકેશન(B.A.Ed./B.Com.Ed./ B.R.S.Ed/B.S.SC.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી, ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, (ઇતિહાસ, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)
સળંગ નોકરી ગણતાં તમારો પગાર કેટલો થાય તે જાણો: salary online calculator
નામ. હાઇકોર્ટના ચૂકાદાઓ અનુસાર જાહેરનામામાં દર્શાવેલ લઘુત્તમ લાયકાતની ટકાવારીમાં SC, ST, SEBC, શારીરિક ખોડખાપણવાળા ઉમેદવારોને ૫% સુધીની છુટછાટ આપવામાં આવે છે. એટલે કે જ્યાં ઓછામાં ઓછા ૫૦% પાત્રતા હોઇ ત્યાં ૪૫%(૪૪.૫% કે તેથી વધુ ગુણ) અને ૪૫% પાત્રતા હોઇ ત્યાં ૪૦%(૩૯.૫% કે તેથી વધુ ગુણ) વાળા ઉક્ત કેટેગરીના ઉમેદવારો પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
• વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાત બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે. આ પરીક્ષાની પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.
• આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based MCQs) રહેશે.આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧ માં ૭૫ પ્રશ્નો તથા વિભાગ-૨ માં ૭૫ પ્રશ્નો રહેશે.
• આ કસોટીના બંન્ને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો માટેના પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૨૦ મિનીટનો રહેશે.ગણિત-વિજ્ઞાન, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન એમ ત્રણ વિષયની કસોટી માટે વિભાગ-૨ અલગ અલગ રહેશે. ભાષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નનંબર:૧૩૬ થી ૧૫૦ ના પ્રશ્નો સંસ્કૃત ભાષા, મરાઠી ભાષા અને ઉર્દૂ ભાષાના રહેશે. જે પૈકી ઉમેદવારે કોઇ એક ભાષાના ૧૫ પ્રશ્નો (પ્રશ્નનંબર:૧૩૬ થી ૧૫૦)ના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.
ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની સરળ રીત, ઘરે બેઠા કરો આ કામ; બ્રોકરોને પૈસા ચૂકવવા પડશે નહીં
-SC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે, કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.
ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે "Print Application/Pay Fees" ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ “Online Payment” ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં “Net Banking of fee" અથવા "Other Payment Mode" ના વિકલ્પોાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ gseb21@gmail.com)થી સંપર્ક કરવાનો રહેશે.
આધાર-પાન કાર્ડ હોય કે ડ્રાઈવિંગ લાઇસન્સ તમારા Whatsapp પરથી ડાઉનલોડ થશે, જાણો કેવી રીતે!
પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.
શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ-૧૧૧૨-સીંગલ ફાઇલ-૭-ક, તા:૨૬/૦૪/૨૦૧૨ માં નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.) • ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે. ઉમેદવાર કોઇ એક જ માધ્યમ તેમજ ગણિત વિજ્ઞાન, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન પૈકીની એક જ પરીક્ષામાં બેસી શકશે.
Amazonનું નવું વેચાણ શરૂ, Samsung થી લઈને Redmi સુધીના ફોન પર ડિસ્કાઉન્ટ, કિંમત 6,099 રૂપિયાથી શરૂ
WhatsApp Features; WhatsApp rolls out larger groups with up to 1024 participants
શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક મહેકમમાં શું થયા ફેરફાર જાણો
Medical allowance:બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના Medical allowance માં વધારો
Jio 5g સિમ બદલો: શું આપણે Jio 5g વાપરવા માટે નંબર બદલવો પડશે
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૧૦/૨૦૨૨ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૦૫/૧૨/૨૦૨૨ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે.
ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે એડહોક બોનસ ચુકવવા બાબત
દિવાળી બોનસ 2022: કર્મચારીઓને દિવાળીની શુભકામનાઓ! પગાર સાથે બોનસ મળશે, ખાતામાં વધારાના 18,000 આવશે.
Teacher Eligibility Test-I (TET-I)-2022 Notification |રાજ્ય પરીક્ષા બોર્ડ,શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨
સાઇટ ઍક્સેસ મેળવવા માટે પ્રથમ WhatsApp ગ્રુપમાં જોડાઓ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો