ગુજરાતના નવા શિક્ષણ મંત્રીઓની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને વૈકલ્પિક વિષય તરીકે સામેલ કરવાની નવી જાહેરાત. જાણો સંપૂર્ણ વિગતો અને વિદ્યાર્થીઓને થનારા લાભ.
અનુદાનિત શાળાઓમાં કામચલાઉ વહિવટ સહાયકની નિમણૂક અંગે શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ધોરણ 11 અને 12ના સામાન્ય પ્રવાહ (General Stream)ના વિદ્યાર્થીઓ માટે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને વૈકલ્પિક વિષય તરીકે અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. આ નિર્ણય શિક્ષણ બોર્ડે તાજેતરમાં જાહેર કરેલા પરિપત્ર દ્વારા અમલમાં મુક્યો છે.
શિક્ષણ વિભાગ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓમાં આરોગ્ય સંબંધિત પડકારો વધી રહ્યા છે. લાંબા સમય સુધી મોબાઇલ અને કમ્પ્યુટરના વધેલા ઉપયોગથી શારીરિક ચેસ્તાઈ ઘટી રહી છે, માનસિક તાણ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારએ નક્કી કર્યું છે કે યોગ અને શારીરિક શિક્ષણ વિષયને સામેલ કરીને વિદ્યાર્થીઓને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવામાં આવે.
ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ શાળાઓને સુચના આપી છે કે તેઓ યોગ અને શારીરિક શિક્ષણના શિક્ષકોની વ્યવસ્થા કરે. સાથે જ વિદ્યાર્થીઓને રમતગમત માટે અનુકૂળ વાતાવરણ અને જરૂરી સાધનો પૂરા પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણય માત્ર અભ્યાસક્રમનો એક ભાગ નથી, પરંતુ ગુજરાત સરકારનું વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ માટેનું મહત્વપૂર્ણ પગલું છે. ધોરણ 11 અને 12માં યોગ અને સ્વાસ્થ્ય વિષય સામેલ કરવાથી આવતી પેઢી વધુ સ્વસ્થ, શિસ્તબદ્ધ અને જીવનપ્રતિ ઉત્સાહી બની શકશે.
સાઇટ ઍક્સેસ મેળવવા માટે પ્રથમ WhatsApp ગ્રુપમાં જોડાઓ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો