CBSE દ્વારા CTET પરીક્ષાનું નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે. અરજી પ્રક્રિયા, લાયકાત, પરીક્ષા પેટર્ન અને સિલેબસ વિશે વિગતવાર માહિતી મેળવો.
CTET Notification 2025: નવી તારીખ, અરજી પ્રક્રિયા, પેટર્ન અને સિલેબસ
જો તમે શિક્ષક બનવાનું સપનું જોતા હો અને લાંબા સમયથી CTET (Central Teacher Eligibility Test)ની તૈયારી કરી રહ્યા હો, તો તમારા માટે સારા સમાચાર છે. કेंद્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ટૂંક સમયમાં CTET Notification 2025 જાહેર કરવા જઈ રહ્યું છે. ત્યારબાદ ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકશે. આ લેખમાં અમે CTET 2025ની પરીક્ષા તારીખ, લાયકાત, અરજી પ્રક્રિયા, પેટર્ન અને સિલેબસ વિશે સંપૂર્ણ માહિતી આપીએ છીએ.
CTET 2025: પરીક્ષા ક્યારે થશે?
CBSE દર વર્ષે CTET પરીક્ષા બે વખત લે છે – જુલાઈ અને ડિસેમ્બર મહિનામાં. મીડિયાની માહિતી અનુસાર, CTET 2025ના પ્રથમ સત્રનું નોટિફિકેશન આ મહિનાના અંત સુધી કે આવતા મહિનાના પ્રારંભમાં બહાર પડી શકે છે. સત્તાવાર તારીખની માહિતી માત્ર CBSEની અધિકૃત વેબસાઇટ પરથી જ મળશે.
CTET 2025: શૈક્ષણિક લાયકાત
- પ્રાથમિક સ્તર (ધોરણ 1 થી 5)
- માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મી પાસ હોવું જરૂરી.
- સાથે D.El.Ed ડિપ્લોમા ફરજિયાત.
- ઉચ્ચ પ્રાથમિક સ્તર (ધોરણ 6 થી 8)
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી.
- સાથે B.Ed / B.El.Ed / M.Ed હોવું જરૂરી.
CTET 2025: પરીક્ષા પેટર્ન અને સિલેબસ
CTET પરીક્ષા બે પેપરમાં લેવાય છે:
1. પેપર 1 (પ્રાથમિક સ્તર – ધોરણ 1 થી 5)
- બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર
- ભાષા-I
- ભાષા-II
- ગણિત
- પર્યાવરણ અભ્યાસ
2. પેપર 2 (ઉચ્ચ પ્રાથમિક સ્તર – ધોરણ 6 થી 8)
- બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર
- ભાષા-I
- ભાષા-II
- ગણિત અને વિજ્ઞાન (ગણિત/વિજ્ઞાન વિષય માટે)
- સામાજિક વિજ્ઞાન/અભ્યાસ (આર્ટ્સ વિષય માટે)
- દરેક પેપરમા 150 પ્રશ્નો પૂછાશે અને દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે. નેગેટિવ માર્કિંગ લાગુ નથી.
CTET 2025: અરજી પ્રક્રિયા
CTET 2025માં અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:
1. CBSEની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
2. હોમપેજ પર CTET 2025 Application Form લિંક ક્લિક કરો.
3. નવો પેજ ખૂલશે, જ્યાં રજીસ્ટ્રેશન કરો.
4. વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરો.
5. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
6. અરજી ફી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો.
નિષ્કર્ષ
CTET 2025 એ તમામ ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે જે શિક્ષક બનવા માંગે છે. જો તમે લાયકાત ધરાવો છો, તો CBSE દ્વારા નોટિફિકેશન જાહેર થતાં જ અરજી કરો અને તમારી તૈયારીને મજબૂત બનાવો. વધુ અપડેટ્સ માટે CBSEની અધિકૃત વેબસાઇટ પર નિયમિત નજર રાખવી જરૂરી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો