ગુજરાતના નવા શિક્ષણ મંત્રીઓની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત
WhatsApp થી સ્વદેશી Arattai એપ પર ચેટ્સ ટ્રાન્સફર કરવાની અને પછી WhatsApp એકાઉન્ટ ડિલીટ કરવાની સંપૂર્ણ પ્રોસેસ જાણો. Arattai એ Zoho દ્વારા બનાવાયેલ ભારતીય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે.
ભારતમાં સ્વદેશી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ Arattai ધીમે ધીમે લોકપ્રિય થઈ રહી છે. આ એપ ભારતીય કંપની Zoho દ્વારા વિકસિત કરવામાં આવી છે અને સરકારના મંત્રીઓથી લઈને ટેક એક્સપર્ટ્સ સુધી બધા લોકોને તેને ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.
ઘણા યુઝર્સ WhatsApp પરથી Arattai પર સ્વિચ થવા માંગે છે, પરંતુ તેમની સૌથી મોટી મુશ્કેલી છે – WhatsAppની ચેટ્સ અને કોન્ટેક્ટ્સ. હવે Arattaiએ આ સમસ્યાનું પણ સમાધાન આપી દીધું છે. તમે તમારી WhatsApp ચેટ્સને સીધી Arattai પર ટ્રાન્સફર કરી શકો છો.
1. Arattai એપ ઇન્સ્ટોલ કરો અને તેને તમારા કોન્ટેક્ટ્સનો પરમિશન આપો.
– એપ આપમેળે તમારા કોન્ટેક્ટ લિસ્ટ સાથે સિંક થઈ જશે.
– જો તમારા મિત્રો પહેલેથી Arattai વાપરી રહ્યા હશે, તો તેમની પ્રોફાઇલ દેખાશે.
2. WhatsApp ઓપન કરો અને જે કોન્ટેક્ટની ચેટ ટ્રાન્સફર કરવી છે તે ચેટ વિન્ડો ખોલો.
3. કોન્ટેક્ટની પ્રોફાઇલ ખોલો → નીચે સ્ક્રોલ કરો → Export Chat ઓપ્શન પસંદ કરો.
4. જો ફોટા-વીડિયો પણ રાખવા હોય તો “Attach Media” પસંદ કરો.
5. પછી તમને એપ્સની લિસ્ટ દેખાશે. અહીંથી Arattai એપ પસંદ કરો.
જો તમે હવે Arattai પર સ્વિચ થઈ ગયા છો અને WhatsApp ઉપયોગ કરવો નથી ઈચ્છતા, તો સૌથી પહેલાં તમારી ચેટ્સનો બેકઅપ લેવી જરૂરી છે.
1. WhatsApp સેટિંગ્સ → Chats → Chat Backup પર જાઓ.
2. Google Drive બેકઅપ સેટ છે કે નહીં તેની ખાતરી કરો.
3. જો તમે તમામ ચેટ્સનો બેકઅપ નથી ઈચ્છતા, તો વ્યક્તિગત ચેટ્સને Gmail પર એક્સપોર્ટ કરી શકો છો.
1. જે વ્યક્તિની ચેટ એક્સપોર્ટ કરવી છે તેની ચેટ વિન્ડો ખોલો.
2. પ્રોફાઇલ → નીચે સ્ક્રોલ કરો → Export Chat પસંદ કરો.
3. અહીં Gmail પસંદ કરો.
4. ચેટ ફાઇલ ટેક્સ્ટ ફોર્મેટમાં Gmail ઈનબોક્સમાં આવશે.
આ ફાઇલ તમે પછી મોબાઇલ કે કમ્પ્યુટર બંનેમાં ડાઉનલોડ કરી શકો છો.
1. WhatsApp સેટિંગ્સ → Account → Delete Account પર જાઓ.
2. તમારો મોબાઇલ નંબર નાખો.
3. સૂચના પ્રમાણે ડિલીટ પ્રોસેસ પૂરી કરો.
આ રીતે તમે તમારા બધા ડેટા સુરક્ષિત રાખીને WhatsApp થી Arattai પર સ્વિચ થઈ શકો છો અને સ્વદેશી એપનો ઉપયોગ કરી શકો છો.
સાઇટ ઍક્સેસ મેળવવા માટે પ્રથમ WhatsApp ગ્રુપમાં જોડાઓ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો