ગુજરાતના નવા શિક્ષણ મંત્રીઓની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત
8મુ પગાર પંચ 2026:કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે રાહતભરી ખબર સામે આવી છે.કર્મચારીઓ અને પેન્શનર્સની સેલેરી તથા પેન્શનમાં મોટો ઉછાળો, 1 જાન્યુઆરીથી લાગુ થશે.
કેન્દ્ર સરકારે 8મો પગાર પંચ (8th Pay Commission 2026) લાગુ કરવાની દિશામાં તૈયારીઓ તેજ કરી દીધી છે. અનુમાન છે કે નવું વેતનમાન 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે.
સ્રોતોના જણાવ્યા મુજબ સરકાર આ નવા પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 રાખવાના વિચારમાં છે. આ બદલાવથી સીધી અસર કર્મચારીઓની બેઝિક સેલેરી પર પડશે. હાલ અમલમાં રહેલો 7મો પગાર પંચ 31 ડિસેમ્બર 2025 સુધી માન્ય રહેશે અને ત્યારબાદ 8મો પંચ અમલમાં આવશે. આ મુદ્દે વિવિધ મંત્રાલયો તથા કર્મચારી સંઘો પાસેથી સૂચનો પણ લેવામાં આવ્યા છે.
સરકારની યોજના મુજબ 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે અને એ જ તારીખથી એરીયરની ગણતરી પણ શરૂ થશે. જોકે આ અંગે હજી સુધી કેબિનેટ તરફથી અંતિમ મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલાં સરકાર મોટું એલાન કરી શકે છે. મંજૂરી મળતા જ અમલની પ્રક્રિયા શરૂ થઈ જશે.
8મો પગાર પંચ 2026 લાગુ થયા બાદ કેન્દ્રિય કર્મચારીઓ તથા પેન્શનર્સને મોટા આર્થિક લાભની આશા છે. ખાસ કરીને ગ્રેડ પે 2000, 2800 અને 4200ના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓની સેલેરી અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાનો છે. આથી લાખો પરિવારોને સીધી આર્થિક રાહત મળશે અને સરકારની આ યોજનાથી કર્મચારીઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે.
સાઇટ ઍક્સેસ મેળવવા માટે પ્રથમ WhatsApp ગ્રુપમાં જોડાઓ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો