ગુજરાતના સરકારી કર્મચારીઓને ₹10 લાખ સુધી કેશલેસ સારવાર

 ગુજરાતના સરકારી કર્મચારીઓને ₹10 લાખ સુધી કેશલેસ સારવાર :ગુજરાત સરકારની નવી યોજના હેઠળ 6.42 લાખ કર્મચારી અને પેન્શનર્સને મળશે ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર, લાખો પરિવારોને મળશે મોટી રાહત.


નવરાત્રિના પાવન અવસરે ગુજરાત સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સ માટે નવી **“ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (G- કેટેગરી)નો શુભારંભ કરવામાં આવ્યો છે.

ગુજરાતના સરકારી કર્મચારીઓને ₹10 લાખ સુધી કેશલેસ સારવાર

શું મળશે લાભ?


➡️ 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર

➡️ રાજ્ય સરકાર પર આવશે વર્ષે ₹303.5 કરોડનો ખર્ચ

➡️ હાલ યોજના ક્યારે અમલમાં આવશે તેની સત્તાવાર જાહેરાત બાકી છે


યોજનાની ખાસિયતો


🔹 2018 થી અત્યાર સુધી 2.92 લાખ લાભાર્થીઓ સુધી પહોંચ્યું આયુષ્માન કાર્ડ

🔹 કુલ 51.27 લાખ દાવાઓ માટે ચુકવાયા ₹13,946.53 કરોડ

🔹 રાજ્યની 2708 હોસ્પિટલ (943 ખાનગી + 1765 સરકારી) યોજનામાં એમ્પેનલ્ડ

🔹 દર્દીઓને 2471 પ્રોસિજરનો મળશે લાભ


યોજનાનો ઇતિહાસ


વર્ષ 2012માં ₹30 કરોડના બજેટથી શરૂ થયેલી ‘મા યોજના’ 2014માં ‘મા–વાત્સલ્ય યોજના’ બની. 2012 થી 2018 દરમિયાન આ યોજના હેઠળ ₹1179.19 કરોડના ક્લેઇમ ચુકવાયા હતા.


મદદ માટે હેલ્પલાઇન


📞 યોજનાની વિગતવાર માહિતી કે ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર – 079-66440104


સારાંશ

આ નવી યોજના લાખો સરકારી પરિવારો માટે આરો

ગ્ય ક્ષેત્રે મોટી રાહત સાબિત થશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ