ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ આજે વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત આપતી નવી સુવિધાની જાહેરાત કરી છે.
અત્યાર સુધી માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટે સીલકવર (HRD/ATTESTED), નામ-અટક-જન્મતારીખ સુધારો, TET વેરિફિકેશન તથા ડુપ્લિકેટ માર્કશીટ જેવી સેવાઓની ફી બેંકમાં ચલણ મારફતે જ ભરવી પડતી હતી.
હવે બોર્ડે આ વ્યવસ્થામાં સુધારો કર્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરે બેઠા જ ફી ભરી શકશે. તેની માટે QR કોડ દ્વારા UPI, નેટબેંકિંગ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવી ડિજિટલ પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ નવી વ્યવસ્થા લાગુ થતાં, બેંકમાં જવાની તકલીફ દૂર થશે અને વિદ્યાર્થીઓ-વાલીઓનો સમય પણ બચશે.
આઠમાં પગાર પંચની ઓનલાઇન ગણતરી | 8th Pay Commission Calculator 2026
ગુજરાત બોર્ડની નવી સુવિધા: હવે માર્કશીટ-સર્ટિફિકેટની ફી QR કોડ, UPI અને કાર્ડથી ભરી શકાશે
1. અત્યાર સુધી બેંકમાં ચલણથી ભરાતી ફી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ની ઓફલાઈન વિદ્યાર્થી સેવાઓ જેવી કે માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા સીલકવર (HRD/ATTESTED), નામ-અટક-જન્મતારીખ સુધારો, TET વેરિફિકેશન અને ડુપ્લિકેટ માર્કશીટ માટે ફી બેંકમાં ચલણ મારફતે જ ભરવી પડતી હતી.
2. હવે ડિજિટલ પેમેન્ટથી ફી ભરવાની સુવિધા
બોર્ડે નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે, જેમાં વિદ્યાર્થી અને વાલીઓ QR કોડ દ્વારા UPI, નેટબેંકિંગ, ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ મારફતે ફી સરળતાથી ભરી શકે છે.
3. વિદ્યાર્થીઓને થશે મોટી રાહત
આ બદલાવથી વિદ્યાર્થીઓ અને વાલીઓને બેંકમાં જવાની જરૂર નહીં રહે, સમય અને મહેનત બંનેની બચત થશે.
0 ટિપ્પણીઓ