Featured post

ગુજરાતના નવા શિક્ષણ મંત્રીઓની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત

છબી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમે આજે ગાંધીનગરમાં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાઝા તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને શુભેચ્છા મુલાકાત કરી સંગઠન પરિચય આપ્યો. ગુજરાત રાજ્યના નવનિયુક્ત માનનીય મંત્રીશ્રીઓની શુભેચ્છા મુલાકાત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ–૧ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાઝા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન સંગઠનના પ્રતિનિધિઓએ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા શિક્ષણ નીતિ સંબંધિત મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો. તદુપરાંત, ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સાથે પણ સંગઠન પરિચય આપી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. બંને મંત્રીશ્રીઓએ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત મહાસંઘના પ્રયાસોની પ્રશંસા કરી તથા આગામી સમયમાં શિક્ષણના ગુણોત્તર વધારવા માટે સહયોગ આપવાની ખાતરી આપી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજર...

ગુજરાતના 2005 પહેલાં નિમણુંક થયેલા કર્મચારીઓ માટે શું છે ખુશખબર,જાણો સંપૂર્ણ માહિતી

આજે રોજ વિધાનસભાના એક દિવસીય સત્રમાં વિધાનસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ નું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

 વિધાનસભા સંકુલ મા વિધાનસભા સત્ર દરમિયાન માનનીય શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ તથા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા સાહેબને મળી પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના પ્રશ્નો ઝડપથી ઉકેલવા રજૂઆત કરી. પ્રશ્નોના ઉકેલ માટે માનનીય મંત્રીશ્રી દ્વારા યોગ્ય કરવા ખાતરી આપવામાં આવી.

પ્રાથમિક વિભાગમાં તાલુકાના આન્તરીક બોન્ડ, એચ.ટાટ તથા અન્ય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. જેમાં આગામી સમયમાં રૂબરૂ બેઠક કરી સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું. આગામી સમયમાં ત્રણેય શિક્ષણ મંત્રીશ્રીઓ સાથેની સંગઠનના જીલ્લા સ્તરના હોદ્દેદારો ની ઉપસ્થિતીમા બેઠક યોજવાની ચર્ચા મંત્રીઓ સાથે કરવામાં આવી. ટૂંક સમયમાં બેઠક થશે. આગામી માસમાં ઓનલાઇન બદલી ઓર્ડર જનરેટ થવાની શક્યતા છે.

Mitesh Bhatt

માધ્યમિક વિભાગમાં પાંચ વર્ષની સળંગ નોકરી ગણવાના કેમ્પમાં વિસંગતતા બાબતે રજૂઆત કરતા સમગ્ર રાજ્યમાં એક સાથે આ પ્રક્રિયા ઝડપી, પારદર્શક રીતે પૂર્ણ થાય તે અંગે દરેક જિલ્લામાં સૂચના આપવામાં આવશે તેમ જણાવ્યું.

બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી તથા એચ.મૅટ પ્રમાણપત્ર ઉમેદવારને ઝડપથી આપવામાં આવે તે અંગે પણ  રજૂઆત કરવામાં આવી.

Shankar Chaudhary

માન. નાણાં સચિવ શ્રી મિલિંદ તોરવણે સાહેબ સાથે ની મુલાકાત માં સાહેબે આગામી એક થી દોઢ મહિનામાં ૨૦૦૫ પહેલાં ના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન નો ઠરાવ થઇ જશે એવું જણાવ્યું જ્યાં સુધી ઠરાવ ન થાય ત્યાં સુધી પ્રવર્તમાન નિયમ ના કારણે  કુટુંબ પેન્શન નું ફોર્મ ભરવુ  એવું એમણે જણાવ્યું

વિધાનસભામાં આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, પ્રાથમિક સંવર્ગ સહ સંગઠન મંત્રી પરેશભાઈ પટેલની ઉપસ્થિતિ રહી.

Read Also: RBI એ FDના નિયમોમાં શું ફેરફાર કર્યા, જાણો નહીં તો થશે મોટું નુકસાન! 

Read Also: 'અવતાર - ધ વે ઓફ વોટર' મૂવીમાં શું છે એવું કે બોક્સ ઓફિસ પર અધધધ કમાણી કરે છે 

ટિપ્પણીઓ

  1. ઠરાવ થવાનો હોય તો કુટુંબ પેન્શન નો વિકલ્પ શું કામ ભરવો?? ૧૬/૯/૨૨ ના રોજ સરકારે જાહેરાત કરી છતાં ત્રણ માસ થવા આવ્યા હજુ ઠરાવ કેમ થતો નથી એ સમજાતું નથી🤔🤔

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Teacher Eligibility Test--ll (TET-ll)-2022 Notification

IND vs BAN: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ડૂબતી હોડીને આ ખેલાડી બચાવશે, બાંગ્લાદેશ સામે રમવાનું નક્કી કર્યું!

Seventh pay salary calculation online