ગુજરાતના નવા શિક્ષણ મંત્રીઓની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત
રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-૪ ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને સને ૨૦૨૧-૨૦૨૨ ના હિસાબી વર્ષ માટે ૩૦ (ત્રીસ) દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કરેલ છે. એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા રૂ. ૩૫૦૦/- ની રહેશે. આ હુકમના હેતુ માટે:
(૧) પગાર એટલે ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯(૫૩) માં વ્યાખ્યા કર્યા પ્રમાણેનો પગાર.
(૨) જગ્યાનો પગાર અથવા પગારધોરણ એટલે ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો ૨૦૧૬, ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો ૨૦૦૯ માં તેમજ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો ૧૯૯૮ માં નિયત થયેલ અને સુધારવામાં આવેલ પગાર અથવા પગાર ધોરણ,
jio 5g સિમ બદલો: શું આપણે Jio 5g વાપરવા માટે નંબર બદલવો પડશે
૩. ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષ દરમિયાન બોર્ડ અને નિગમમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા વર્ગ-૪ ના કર્મચારીઓ પણ સંબંધિત બોર્ડ/નિગમોમાંથી એડહોક બોનસ મેળવવાને પાત્ર થશે. તેમણે સંબંધિત બોર્ડ/નિગમોના હુકમો હેઠળ એડહોક બોનસનો લાભ મેળવેલ હશે તેવા કર્મચારીઓને આ હુકમો અન્વયે એડહોક બોનસ મળવાપાત્ર થશે નહીં.
૪.આ હુકમો હેઠળની ચુકવણી જે તે વિભાગના સંબંધિત વિભાગના અનુદાન હેઠળના વેતન હેઠળના વિગતવાર સદર બોનસ ખાતે ઉધારવાનું રહેશે.
૫.રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશનોમાં ફરજ બજાવતા વર્ગ-૪ ના કર્મચારીઓને પણ આ હુકમો લાગુ પડશે. પરંતુ બોનસ એક્ટ હેઠળ જે બોર્ડ/કોર્પોરેશનમાં જે કર્મચારીઓને બોનસ ચુકવવામાં આવતું હશે તેઓને આ હુકમમાં જણાવ્યા મુજબનું એડહોક બોનસ ચુકવવાનું રહેશે નહીં.
૬. ઉપર્યુક્ત હુકમો વર્ગ-૪ ના રાજ્ય સરકારના, પંચાયતના અને પગારભથ્થાની ૧૦૦% ટકા સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓ કે જેના વર્ગ-૪ ના કર્મચારીઓને સરકારશ્રીની મંજુરીથી અગાઉ બોનસ અપાયેલ હોય તેવી સંસ્થાના વર્ગ-૪ ના કર્મચારીઓને લાગુ પડશે.
૭.ઉપર-૫ માં દર્શાવેલ અનુદાન મેળવતી સંસ્થાઓ માટે આ હુકમથી થતુ ખર્ચ સહાયક અનુદાનના નિયત ઢાંચા પ્રમાણે અનુદાન માન્ય ખર્ચ તરીકે ગણવાનું રહેશે.
૮.મંત્રીમંડળના મહેકમ ઉપરના વર્ગ-૪ ના કર્મચારીઓને પણ ખાસ કિસ્સામાં આ લાભ આપવાનો રહેશે.
બોનસ અંગેનો ઠરાવ
સાઇટ ઍક્સેસ મેળવવા માટે પ્રથમ WhatsApp ગ્રુપમાં જોડાઓ.
હાય
જવાબ આપોકાઢી નાખો