કૅશલેસ વ્યવહારોને લઈને સરકારની મોટી જાહેરાત, સામાન્ય માણસને મળશે મોટી રહાત

કૅશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રમોટ કરવાની દિશામાં સરકારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત ખાસ કરીને ડૅબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતી ખરીદી પર કરવામાં આવી છે.

આ જાહેરાત હેઠળ રૂ.2000 સુધીના કાર્ડ પેમેન્ટ પર સર્વિસ ટૅક્સ ખતમ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે હવે ડૅબિટ અથવા ક્રેડિટ કાર્ડથી રૂ.2000 સુધીના પેમેન્ટ પર તમારે સર્વિસ ટૅક્સ ચૂકવવાનો નહીં રહે. 

ડૅબિટ કે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરવા પર અત્યાર સુધી 14 ટકા સર્વિસ ટૅક્સ વસૂલવામાં આવતો હતો. જેથી 2000 રૂપિયાની ખરીદી પર હવેથી 280 રૂપિયા બચશે. આ એક મોટી રાહત માની શકાય. 

હકીકતમાં કાળાં નાણાં વિરુદ્ધની લડાઈનમાં સરકાર રોકડ લેણ-દેણને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માગે છે.

આ માટે સરકાર ઑનલાઈન અને કાર્ડ પેમેન્ટ જેવા વિભિન્ન વિકલ્પોને સુવિધાજનક અને આકર્ષક બનાવવા મથી રહી છે. 2000 રૂપિયા સુધીના કાર્ડ પેમેન્ટને સર્વિસ ટેક્સથી મુક્ત કરવાની જાહેરાત પણ આ જ દિશામાં લેવામાં આવેલું એક પગલું છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ