આજે થી UPI થી 10 લાખ રૂપિયા સુધી કરી શકશો પેમેન્ટ, જાણો શું બદલાયું

UPI વાપરતા ગ્રાહકો માટે મોટી ખુશખબર છે. NPCI (National Payments Corporation of India) એ 17 સપ્ટેમ્બર 2025થી UPI પેમેન્ટના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી 5 લાખ રૂપિયાની મર્યાદા હતી, પરંતુ હવે તેને વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ દિવસ કરી દેવામાં આવી છે.


આ બદલાવ ખાસ કરીને Insurance Premium, Loan EMI, Credit Card Bill Payment અને Capital Market Investment જેવા મોટા પેમેન્ટ માટે લાગુ પડશે.

upi


નવા નિયમો


વેરિફાઈડ મર્ચન્ટ્સ માટે લિમિટ: એક દિવસમાં 10 લાખ રૂપિયા સુધી પેમેન્ટ.


પર્સન-ટુ-પર્સન ટ્રાન્ઝેક્શન: મર્યાદા પહેલાની જેમ જ ₹1 લાખ.


ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ: એક વખતમાં ₹5 લાખ સુધી, દિવસમાં ₹6 લાખ.


લોન અને EMI પેમેન્ટ: એક વખતમાં ₹5 લાખ, દિવસમાં મહત્તમ ₹10 લાખ.


ટ્રાવેલ પેમેન્ટ: એક વખતમાં ₹5 લાખ સુધી ટ્રાન્ઝેક્શન શક્ય.


પહેલા શું હતું?


PhonePe પર ફુલ KYC પછી ₹2 લાખ પ્રતિ ટ્રાન્ઝેક્શન અને દિવસમાં ₹4 લાખ સુધી.


Paytm પર ₹1 લાખ પ્રતિ દિવસ, પરંતુ એક કલાકમાં માત્ર ₹20,000 અને 5 ટ્રાન્ઝેક્શન.


Google Pay પર પ્રતિ દિવસ ₹1 લાખ અને મહત્તમ 20 ટ્રાન્ઝેક્શન.


ગ્રાહકોનેશું શું  થશે ફાયદો


આ નવા નિયમો પછી મોટા પેમેન્ટ માટે લોકોকে વારંવાર ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર નહીં રહે. Loan EMI, Insurance Premium કે Credit Card Bill હવે સરળતાથી એક જ વારમા ભરાઈ જશે. પરિણામે પેમેન્ટ વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત બનશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ