ગુજરાતમાં બન્યા 17 નવા તાલુકા, કુલ સંખ્યા હવે 265
ગુજરાત સરકારએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આજે મોટો વહીવટી નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે કુલ તાલુકાઓની સંખ્યા 252થી વધીને 265 થઈ ગઈ છે. બુધવારે (24 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
➡️ નવા તાલુકા બનવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે લાંબા અંતર સુધી જવું નહીં પડે. સમય અને શક્તિ બંનેનો બચાવ થશે.
➡️ આ નિર્ણયને લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને વહીવટી વ્યવસ્થા વધુ સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
કયા તાલુકામાંથી બન્યા નવા તાલુકા? જુઓ યાદી
હાલનો તાલુકો નવો તાલુકો
થરાદ ↔️રાહ
સોનગઢ ↔️ઉકાઈ
માંડવી ↔️અરેઠ
મહુવા↔️ અંબિકા
કાંકરેજ↔️ ઓગડ
વાવ ↔️ધરણીધર
ઝાલોદ↔️ ગુરુ ગોવિંદ લીંબડી
જેટપુર પાવી ↔️કદવાલ
કપડવંજ-કઠલાલ↔️ ફાગવેલ
ભિલોડા ↔️શામળાજી
બાયડ ↔️સાઠંબા
સંતરામપુર↔️-શહેરા ગોધર
લુણાવાડા ↔️કોઠંબા
દેડિયાપાડા ↔️ચીકદા
વાપી-કપરાડા-પારડી ↔️નાનાપોઢા
દાતા ↔️હડાદ
નોંધનીય છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ નવા તાલુકાઓનો સમાવેશ થવાની સંભાવના છે.
0 ટિપ્પણીઓ