7.0 નોગેટ પર રન કરતાં આ 4G ફોનની કિંમત છે 4,999 રૂપિયા, અન્ય ફિચર્સ જાણીને ચોકી જશો

જાપાનની સ્માર્ટફોન મેકર કંપની SANSUIએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Horizone 2 લોન્ચ કરી દીધો છે. આ ફોનની કિંમત 4999 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોનને 15 મેથી ઓનલાઈન વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ખરીદી શકાશે. આ સ્માર્ટફોન બે કલર ઓપ્શન-બ્લેક ગ્રે અને રોજ ગોલ્ડમાં ઉપલબ્ધ થશે.

આ 4G VoLTE ઈનેબલ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં 5 ઈંચની એચડી (720p) ડિસ્પલે આપવામાં આવી છે. ડિસ્પલે સાથે Miravision ટેકનોલોજી આપવામાં આવી છે, જેનાથી વીડિયોની ક્વોલિટીમાં સુધારો થાય છે. ફોનમાં 1.25 ગીગાહર્ટસ ક્વાડકોર મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે અને સૌથી મહત્વની વાત તે છે કે, આ સ્માર્ટફોન 7.0 નોગેટ પર રન કરશે. Sansui Horizone 2 સ્માર્ટફોનમાં 2 જીબી રેમ અને 16 જીબીની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. ફોનની સ્ટોરેજને 64 જીબી સુધી વધારી શકાય છે.

આ એક એન્ટ્રી લેવલનો સ્માર્ટફોન છે. જેમાં 8 એમપીનો રિયર ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. રિયર કેમેરાના ફિચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ટોન LED ફ્લેશ, નાઈટ વિઝન રેકોર્ડિંગ, ફેસ ડિટેક્શન, પેનોરામાં, એચડીઆર જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 એમપીનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં 2450mAhની બેટરી આપવામાં આવી છે, જે એક દિવસમાં ચાર્જ થઈને એક દિવસ ચાલે છે. ક્નેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 4G VoLTE, વાઈફાઈ, બ્લૂટૂથ 4.0 અને જીપીએસ જેવા ફિચર્સ છે. ફોનમાં Gameloft ગેમ અને પૈનિક બટન પણ આપવામાં આવ્યું છે.

માત્ર 4999 રૂપિયાની કિંમતવાળો આ ડિવાઈસ પેન ડ્રાઈવ અને યૂએસબી (ઓટીજી) સપોર્ટ કરશે. પાછલા મહિને કંપનીએ 3999 રૂપિયાવાળો હોરિજન-1 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. તે સ્માર્ટફોનમાં 4.5 ઈંચની ડિસ્પલે, 1 જીબી રેમ, 8 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ, 5 એમપીનો રિયર કેમેરો અને 3.2 એમપીના કેમેરા સાથે 2000mAhની બેટરી આપવામાં આવી હતી.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ