13 માર્ચ પછી બેંકોના સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની નહીં રહે કોઈ લિમિટ : RBI

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોના સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા વિશે મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રિય બેંકે કરેલી જાહેરાત પ્રમાણે 13 માર્ચ પછી બેંકોના સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની કોઈ લિમિટ નહીં રહે. આ નિર્ણયને બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે. પહેલાં તબક્કામાં 20 ફેબ્રુઆરી પછી સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની લિમિટ 24 હજારથી વધારીને 50 હજાર કરાશે અને પછી 13 માર્ચ પછી સેવિંગ એકાઉન્ટમાંથી કેશ કાઢવાની તમામ લિમિટ હટાવી લેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી દેશમાં કેશની ભારે તંગી સર્જાઈ ગઈ હતી. જોકે હવે પરિસ્થિતિમાં ખાસ્સો સુધારો થયો છે. રિઝર્વ બેંકે હાલમાં જ એટીએમથી પૈસા ઉપાડવાની લિમિટ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ માટે વધારીને પ્રતિ દિવસ ૧૦,૦૦૦ રૂપિયા કરી દીધી હતી પરંતુ વીકલી લિમિટને ૨૪,૦૦૦ રૂપિયા જ રાખવામાં આવી હતી. કરંટ એકાઉન્ટ હોલ્ડર્સ માટે આ લીમીટ ૧ લાખ રૂપિયા વીકલી રાખવામાં આવી છે.

નોટબંધી બાદ તમામ સમસ્યાઓ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૧ જાન્યુઆરીથી ATM માંથી રોકડ ઉપાડની મર્યાદા વધારી દીધી હતી. નવી નોટોનો ઓછો પુરવઠો અને માંગ વધારે હોવાને લીધે રોકડનો સંકટ પેદા થવાથી અને સરકારે આ સંકટથી મુક્તિ મેળવવા માટે રોકડ મર્યાદા માટે અપર લીમીટ ૧૦,૦૦૦ નિર્ધારિત કરી દીધી હતી.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ