ATMમાંથી રોકડ ઉપાડની મર્યાદા પૂરી

ભારતીય રિઝર્વ બેન્કે એક ફેબ્રુઆરીથી એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા ખત્મ કરી દીધી છે. સેવિંગ એકાઉન્ટ્સમાંથી એકવારમાં 10 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા જાળવી રાખવામાં આવશે. આરબીઆઇએ કરન્ટ એકાઉન્ટમાંથી રોકડ ઉપાડની મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

પહેલા એક દિવસમાં એટીએમમાંથી 10 હજાર રૂપિયા જ ઉપાડવાની મર્યાદા રાખવામાં આવી હતી. નોટબંધી બાદ આરબીઆઇએ એટીએમમાંથી 4 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરી હતી, ત્યારબાદ આ મર્યાદા વધારીને 10 હજાર કરી દેવામાં આવી હતી.

આજે આરબીઆઇએ આ મર્યાદા સમાપ્ત કરી દીધી છે. પરંતુ એક અઠવાડિયામાં 24 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા યથાવત રાખવામાં આવી છે.
આરબીઆઇએ કહ્યુ કે સેવિંગ એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા 10 હજાર જ રહેશે પરંતુ કરંટ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા ખત્મ કરી દેવામાં આવી છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ