સરકારે PF વ્યાજ દરમાં કર્યો ઘટાડો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO)ના ટ્રસ્ટી બોર્ડની બેઠક આજે બેંગાલુરુમાં મળી. આ બેઠકમાં નાણાંકીય વર્ષ 2016-17 માટે EPFના વ્યાજ દરને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષ 2016-17માં પીએફ પર ખાતાધારકોને 8.65 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે જે પહેલા 8.8 ટકા હતું. આમ નોકરિયાદ વર્ગને મોદી સરકારે મોટો ઝટકો આપ્યો છે.

આ પહેલા નાણાં પ્રધાને વર્ષ 2015-16માં વ્યાજ દર 8.8 ટકાથી ઘટાડીને 8.7 કરવાનો નિર્ણય કર્યો હતો. તેને શ્રમ પ્રધાનની અધ્યક્ષતાવાળી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે પણ મંજૂરી આપી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ EPFO માટે નિર્મય લેનારું સર્વોચ્ચ એકમ છે. જોકે, ટ્રેડ યૂનિયનોના વિરોધ બાદ સરાકરે વ્યાજ દર ઘટાડાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2015-16 માટે 8.8 ટકા વ્યાજને મંજૂરી આપવામાં આવી હતી.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ